SINORVADODARA

શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ જાહેર…


ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નાયબ કલેક્ટર તથા TDOની અધ્યક્ષતામાં વિધિવત રીતે યોજાઈ હતી. આ પ્રસંગે કરજણ-શિનોર વિસ્તારના ધારાસભ્ય અક્ષય ભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રમુખ તરીકે હીનાબેન વસંતભાઈ રોહિત તથા ઉપપ્રમુખ તરીકે પ્રિતેશકુમાર રમેશભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.
નવનિયુક્ત હોદ્દેદારોએ તાલુકાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!