નરેશપરમાર. કરજણ,
ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલનું SSC નું 87.50 પરિણામ
આમોદ તાલુકાના ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના એસએસસી બોર્ડના પરિણામ થી વાલીઓ માં ખુશી
ધી આછોદ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 માં 88 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી 77 વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું પરિણામ 87.50 ટકા આવેલ છે.શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતા સમગ્ર વિદ્યાર્થીઓ અને વાલીઓમા આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. શાળાના પ્રથમ ક્રમે અદારીવાલા આલિયાહ સઇદ 90.50%, દ્વિતીય ક્રમે પટેલ આફીયા આરીફ 87.00 %, તૃતીય ક્રમે પટેલ ફીરદોશ મોહસીન 85.50% ચોથા ક્રમે પટેલ મોહમ્મદ અમીન 85.16% પાંચમા ક્રમે ગટી નાજીયા આરીફ 84% છઠ્ઠા ક્રમે પટેલ ફોજીયા ઇલ્યાસ 83.83% આવ્યા છે. ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કમિટીના તમામ સભ્યો, સ્કૂલના શિક્ષકો, શાળાના આચાર્યશ્રી ઉસ્માન સુતરીઆ તથા સમગ્ર શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ઉજ્જવર કારકિર્દી માટે શુભેચ્છાઓ આપે છે.