SINORVADODARA

સાધલી-ટીમ્બરવા માર્ગ પર ઝાડ સાથે લટકતો અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા ચકચાર…

Oplus_16908288

ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલીથી ટીમ્બરવા જવાના માર્ગ પર ભૂખી નજીક ડી-કમ્પોઝ હાલતમાં એક અજાણ્યા ઈસમનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ સ્થાનિકોએ મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતદેહ ઘણાં દિવસો જૂનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. મૃતકની ઓળખ મેળવવા તેમજ મોત પાછળનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને કૌતુકનું વાતાવરણ સર્જાયું છે.

Back to top button
error: Content is protected !!