વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વલસાડના અબ્રામાના મણીબાગ-2 ના વડીલો ઠાકોરભાઈ પ્રેમાભાઈ ઠાકોરે વિવિધ વડીલો અને અબ્રામાના રહીશો સાથે મળીને 76 માં પ્રજાસતાક દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.આ કાર્યક્રમમાં ડો.બાબાસાહેબ આંબેડકરજી અને એમની ટીમનું બંધારણ બનાવવામાં યોગદાન યાદ કરી એમને આદરાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે મણિબાગ-2 ના કોમનપ્લોટના વિકાસમાં મહત્વનો ભાગ ભજવનાર ઠાકોરભાઈ પટેલ,વનમાળીભાઈ,ગણેશભાઈ,રામભાઈનો પણ લોકોએ આભાર માન્યો હતો.