AHAVADANGGUJARAT

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વઘઈ ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વઘઈ ખાતે આચાર્ય ડૉ.જે.એમ ભોયાનાં માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ કોલેજ કક્ષાએ “રાષ્ટ્રીય યુવા દિવસની” ઉજવણી કરવામાં આવી હતી. જેમાં “સ્વામી વિવેકાનંદનો યુવા દૃષ્ટિકોણ” પર વ્યાખ્યાન અને “રન ફોર યુવા” નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આચાર્યએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે સ્વામી વિવેકાનંદને આજે પણ યાદ કરીએ છીએ.સ્વામી વિવેકાનંદ એ મહાન વિભૂતિ, અસ્મિતા, તેમનું જીવન, વિશ્વ ધર્મ પરિષદની વાત, એમનાં પ્રસંગો ,સુત્રો ભારતીય સંસ્કૃતિની , મૂર્તિ પૂજાની , પ્રેરણાદાયી જીવન, સ્વામી વિવેકાનંદની પ્રતિભા, યુવાનોને સાચી દિશા તરફ લઈ જવા માટે અનેક પ્રસંગો થકી વિધાર્થીઓને માહિતગાર કરી સ્વામીજીનું યુવાનો માટે સ્પષ્ટ સંદેશ -“ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.”ધ્યેય વાકયને ચરિતાર્થ કરવા વિધાર્થીઓને પ્રેરિત કર્યા હતા.આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે મહેશભાઈ ગાયકવાડ તેમના વ્યાખ્યાનમાં “સ્વામી વિવેકાનંદનો યુવા દ્રષ્ટિકોણ”વિષય અંતર્ગત સ્વામી વિવેકાનંદના જન્મથી શરૂઆત કરીને ભારતીય સંસ્કૃતિન,જુનાગઢના રાજવી, માતૃભૂમિ,શ્રી રામકૃષ્ણ પરમહંસ ગુરુની વાત, વિવેકાનંદના વિચારો, વિવેકાનંદનુ બાળપણ,પરિવાર શિક્ષકો, સમાજ,આત્મકથા, મૂર્તિપૂજા, સામાજિક સમરસતા, નાગરિક કર્તવ્ય, હિન્દુત્વની ધુરા સંભાળનાર,ભારત ભ્રમણ, સ્વ બોધ,યુવા દ્રષ્ટિકોણ,ભારતનું ભાવી યુવાધન, નચિકેતા સંવાદ અનેક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા.સાથે   મજબૂત, જાગૃત અને મૂલ્યનિષ્ઠ ભારત માટે ચાલો આપણે સૌને સંકલ્પ લેવડાવ્યો કે આપણે સશક્ત, સંસ્કારવાન અને સેવાભાવી યુવાન બનીને સ્વામી વિવેકાનંદના સપનાને સાકાર કરશું. આ સાથે “રન ફોર યુવા”કાર્યક્રમ અંતર્ગત દરેક વિધાર્થીઓએ ઉત્સાહભેર દોડ દ્વારા એક જગૃત ભારતના યુવાધન તરીકે ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન સપ્તધારા અધ્યક્ષ ડૉ.પ્રીતિબેન પટેલ તેમજ સાથી અધ્યાપકો દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની આભારવિધિ ડૉ.અક્ષયભાઈ બાગુલ દ્વારા કરવામાં આવી.જ્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન દ્વારા કરવામાં આવી..

Back to top button
error: Content is protected !!