વલસાડ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના ઉમરગામમાં આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ એ આકસ્મિક ચેકિંગ,૧૮ દુકાનદારો પાસે રૂ. ૩૬૦૦ દંડ વસૂલ્યો,રાજ્ય સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “વિશ્વ તમાકુ નિષેધ દિન ઉજવણી” અમલીકરણના ભાગ રૂપે ગુજરાત રાજ્યમાં તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિનઅધિકૃત રીતે વેચાણ અને આનુષાંગિક નિયમ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.
ઉમરગામ તાલુકાનાં GIDC અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટાસ્ક ફોર્સ આરોગ્ય વિભાગ (તમાકુ નિયંત્રણ સેલ), શિક્ષણ વિભાગ, ફૂડ અને ડ્રગ અને પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન કુલ ૧૮ દુકાનદારો પાસેથી રૂ. ૩૬૦૦નો COTPA-2003 સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી ૩૧મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયા હતા. જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સોશિયલ વર્કર અલ્પેશ પટેલ દ્વારા તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગેની રૂપરેખા તેમજ તમાકુથી થતા રોગો, COTPA-2003 એક્ટ વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
તદુપરાંત વલસાડ જીલ્લાની તમામ પ્રા.આ. કેન્દ્ર તેમજ સા. આ. કેન્દ્ર ખાતે પણ અલગ અલગ આઈ.ઈ.સી. પ્રવૃતિઓ અને વ્યસન મુક્તિ અંગેના સેમિનારનું આયોજન કરી સમાજમાંથી વ્યસનનું દુષણ ઓછુ કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતમાં તમાકુ અને નીકોટીનના ઉપયોગના ઘટાડામાં તેમજ તેની વિવિધ ઉત્પાદનો અને ઈ-સિગરેટ સહિત પ્રતિબંધ અને તેની આરોગ્ય પર થતી વિપરીત અસરો વિષે જાગૃતતા ફેલાવવાના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.