VALSADVALSAD CITY / TALUKO
ભીલાડ સાયન્સ કોલેજ ખાતે ‘એલિવેટિંગ કરિયર એન્ડ એજ્યુકેશન જર્ની’ વિષયક સ્પેશિયલ લેક્ચરમાં ૬૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વલસાડ: તા.૦૯ સપ્ટેમ્બર
સરકારી વિજ્ઞાન કોલેજ, ભીલાડ ખાતે તા.૬ સપ્ટેમ્બર ૨૦૨૪ શુક્રવારના રોજ સ્ટેટ ક્વોલિટી એસ્યોરન્સ સેલ (SQAC) અંતર્ગત “Elevating Career and Education Journey” વિષય પર સ્પેશિયલ લેક્ચર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિષય પર વકતવ્ય આમંત્રિત વક્તા સ્નેહાલી ચૌહાણ (Branch Head, EDUGUIDE OVERSEAS STUDIES PVT. LTD.) દ્વારા આપવામાં આવ્યું હતું. આ વકતવ્યમાં એમણે Chat GPT ane AI Tools na ઉપયોગ તેમજ વિદેશ કારકિર્દી માર્ગદર્શન અંગેની મૂળભૂત ચર્ચા કરી હતી. આ કાર્યક્ર્મનું સફળ સંચાલન ડો. હિરેનકુમાર પટેલ (કો-ઓર્ડીનેટર, SQAC) દ્વારા, અત્રેની કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો.દિપક ડી. ધોબીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૬૦ થી ૬૫ જેટલા વિદ્યાર્થીએ હાજરી આપી હતી.