ફાયર સેફ્ટી સંદર્ભે જિલ્લાની ૨૭૫ ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યો સાથે બેઠક યોજાઈ
ફાયર એન.ઓ.સી/ફાયર સેફટીના પૂરતા સાધનો શાળાઓમાં ઉપલબ્ધ કરવા તથા ફાયર સેફટી સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની વેદાંત મલ્ટીપર્પઝ સ્કુલ, વલસાડ ખાતે મિટિંગ યોજાઈ હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીએ ફાયર સેફ્ટીને ગંભીરતાથી લેવા અનુરોધ કર્યો
માહિતી બ્યુરો: વલસાડ, તા. ૧૭ ઓગસ્ટ
વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ જિલ્લાની ધોરણ-૧ થી ૮ની ખાનગી પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ માટે બાળકો અને કર્મચારીઓની સલામતી જળવાઈ રહે તે માટે ફાયર એન.ઓ.સી/ફાયર સેફટીના પૂરતા સાધનો શાળાઓમાં ઉપલબ્ધ કરવા તથા ફાયર સેફટી સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓની વેદાંત મલ્ટીપર્પઝ સ્કુલ, વલસાડ ખાતે મિટિંગ યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લાના ૨૭૫ જેટલી ખાનગી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.અર્જુનભાઇ પટેલ દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ફાયર સેફટી બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ દરેક શાળાઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ઓનલાઇન હાજરી, યુ.ડાયસ પર ડેટા એન્ટી, શાળામાં જરૂરી રેકર્ડ નિભાવવા, શાળાની ભૌતિક તથા આરોગ્ય વિષયક સુવિધાઓ બાબતો, આર.ટી.ઈના નિયમોનું યોગ્ય પાલન કરવા, એફ.આર.સી મુજબ ફી લેવી, શાળાના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના ઉપયોગ અને પ્રિ-પ્રાઇમરી શાળાના રજીસ્ટ્રેશન બાબત જેવા અગત્યના મુદ્દાઓની પણ સમજ આપવામાં આવી હતી.