VALSADVALSAD CITY / TALUKO

વલસાડની કુસુમ વિદ્યાલય ખાતે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ જાન્યુઆરી 

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની કેડી કંડારવા સતત પ્રયત્નશીલ, સમગ્ર વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે કુસુમ વિદ્યાલયમાં તા. ૧૨મી જાન્યુઆરી ગુરૂવારના રોજ સવારે શાળા સમય દરમિયાન ઉત્તરાયણ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે દરેક વર્ગમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉત્તરાયણના તહેવારનું મહત્વ સમાવ્યું હતું. સવિશેષ પતંગ ઊડાડતી વખતે રાખવામાં આવતી સાવધાની, કાળજી અને સંભાળ માટે પણ સમજાવવામાં આવ્યું હતું. રસ્તે ચાલતા દોરીથી સાવધાન રહેવા બાબતે પણ વિશેષ દરકાર લેવા બાબત સવિસ્તાર સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ અમો ચાઈનીઝ તુકકલ કે દોરીનો ઉપયોગ કરીશું નહિ અને કરવા દઈશું નહી આવો સંકલ્પ કર્યો હતો. વિદ્યાર્થીઓ પતંગ અને દોરી લઈને આવ્યા હતા. શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓએ સંગીતને સથવારે પતંગ ઉડાવવાની મજા માણી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું. વિશેષ પતંગના ગીતોએ અને વિદ્યાર્થીઓના પતંગ ઉડાડવાના પ્રયત્નોએ આ પર્વમાં ખૂબ જ સરસ આકર્ષણ જમાવ્યું હતું. શાળાનું મેદાન “કાયપો છે” ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. બાદમાં બધા વિદ્યાર્થીઓને તલના લાડુ આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ આનંદ ઉત્સાહથી મજા માણી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!