BHACHAUGUJARATKUTCH

એસ્પિરેશનલ તાલુકા પ્રોગ્રામ અંતર્ગત રાપર અને લખપત તાલુકામાં ગ્રામીણ મહિલાઓને રોજગારીની સુવર્ણ તક.

23-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર કચ્છ :- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(DAY-NRLM) યોજના હેઠળ એસ્પિરેશનલ તાલુકા પ્રોગ્રામ (ABP) અંતર્ગત કચ્છ જિલ્લામાં રાપર અને લખપત તાલુકાના ગ્રામીણ વિસ્તારમા લોકોને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય સાથે ગ્રામીણ મહિલાઓને આજીવિકા મળી રહે તે ઉદ્દેશ્યથી સ્વ:સહાય જૂથ સાથે જોડાયેલ બહેનોની BC સખી (બેંક મિત્ર સખી) તરીકે નિમણૂક કરવાની થાય છે. જેમાં બહેનોને કમિશન સાથે આકર્ષક ઇન્સેન્ટિવ પ્રતિ માસ પૂરું પાડવામાં આવશે. રસ ધરાવતા બહેનોએ તા.૨૪/૦૧/૨૦૨૪ થી ૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં તાલુકા લાઈવલીહૂડ મેનેજરશ્રી મિશન મંગલમ શાખા તાલુકા પંચાયત કચેરી ખાતે સંપર્ક કરીને નામ નોંધણી કરાવવાની રહેશે તેવું સીનીયર જનરલ મેનેજર અને નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ કચ્છ ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!