માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૩૧ ઓગસ્ટ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મિશન શક્તિ ૧૦૦ દિવસની વિશેષ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત ૧૧માં સપ્તાહની ઉજવણી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. જેમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત નવજાત જન્મેલી દીકરીઓ માટે દીકરી વધામણાં કીટ વિતરણ કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજના વિશે માહિતી આપવામાં આવી અને કીટ સાથે આપેલા ફ્રોમને કેવી રીતે ભરવું, ક્યાં ભરવું તેની સંપૂર્ણ માહિતી વિગતવાર સમજાવામાં આવી હતી. આ કાર્યક્ર્મમાં ડો.મનીષભાઈ પટેલ (માસ્ટર ઑફ સર્જન, સ્ટેટ હોસ્પિટલ), ડૉ.હેમંતભાઈ પટેલ (સાંઈનાથ મલ્ટી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ- ધરમપુર), મનીષાબેન પટેલ, (ગાયનેક વિભાગ હેડ નર્સ, સ્ટેટ હોસ્પિટલ), જીજ્ઞેશ પટેલ (ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર -DHEW ) તેમજ અન્ય સ્ટાફ નર્સ બહેનો હાજર રહ્યા હતા.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel