વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવણી નિમિત્તે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ .ગાંધીનગરની મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત કુલ ૧૪ લોન કેશ, ઇન્ડિયન બેંક ના કુલ ૧૨ અને બેંક ઓફ ઇન્ડિયા ના – ૨ લાભાર્થી કુલ ૧૪ લાભાર્થીઓને ”દૂધ માંથી દહીં તથા ઘી ની બનાવટ”ના ધંધા હેતુસર લોન મંજુરી કેમ્પનું આયોજન કરી લોન મંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમ માં ચેતન પાટીલ લીડ ડીસ્ટ્રિકટ મેનેજર, ભાવેશ મેહસુરિયા, ચીફ મેનેજર, સાઉથ ગુજરાત, ઇન્ડીયન બેન્ક,અવિનાશ ગુદ્રુ, સિનિયર મેનજર ઇન્ડીયન બેન્ક, અભિજીત સિંદે, ઈન્ડિયન બેંક બ્રાંચ મેનેજર, નવનીત કુમાર, બેન્ક ઓફ ઈન્ડિયા બ્રાંચ મેનેજર, શ્વેતા દેસાઇ- મહિલા બાળ અધિકારી, કમલેશ ગીરાસે, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી, જીજ્ઞેશ પટેલ,(DHEW) તેમજ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.