VALSADVALSAD CITY / TALUKO

વલસાડ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે વાપી ખાતે વિવિધ સ્થાનોપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ, તા. ૭ જૂન “૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫” અંતર્ગત “Ending Plastic Pollution” થીમને ધ્યાનમાં રાખી આજે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈ દ્વારા વાપી ચાર રસ્તા નજીક જી. આઇ. ડી. સી. ના ફાઉન્ડેશન સ્ટોન પાસે નવનિર્મિત પોકેટ ગાર્ડનનું રીબીન કાપી વાપીના નગરજનો માટે ખુલ્લો મૂક્યો હતો.

મંત્રીશ્રીએ વાપી શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી પોતાના રોજબરોજના જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને તિલાંજલી આપી પર્યાવરણને બચાવવાનો સંદેશ આપ્યો હતો. જેમાં ગુંજન વિસ્તારની સંકલ્પ સોસાયટી સ્થિત તેમના નિવાસસ્થાન નજીક આવેલા જી. આઇ.ડી.સી.ના ગાર્ડન ખાતે,જી. આઇ.ડી. સી.ચાર રસ્તા, જી. આઇ. ડી. સી. એસ. એલ. માઈનિંગ ચોકડી, પેપીલોન હાઇવે ચાર રસ્તા અને સી. ઈ. ટી.પી.નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમ વી. આઇ. એ., નોટીફાઇડ એરિયા, જી. આઇ. ડી. સી., ગ્રીન એન્વાયરો અને જી.પી.સી.બી. ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં વી. આઇ. એ. પ્રમુખ સતીશભાઈ પટેલ, નોટીફાઇડ ચેરમેન યોગેશભાઈ કાબરીયા, વી. આઇ. એ. એડવાયઝરી મેમ્બર મિલનભાઈ દેસાઈ, વી. આઇ. એ. સેક્રેટરી કલ્પેશ વોરા, વલસાડ જિલ્લાના લઘુ ભારતીના પ્રમુખ મેહુલ પટેલ, વી. આઇ. એ. માજી પ્રમુખ કમલેશ પટેલ, નોટીફાઇડ એરિયા ના પ્રમુખ અમન ત્રિવેદી,તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષ દેસાઈ, નોટીફાઇડના માજી સંગઠન પ્રમુખ હેમંત પટેલ,માજી પ્રમુખ મિતેશ દેસાઈ, નોટીફાઇડ એરિયા ચીફ ઓફિસર મહેશ કોઠારી, જી. પી. સી. બી.ના રિજિયોનલ ઓફિસર ગામિત, વી. આઇ. એ. ના ટ્રેઝરર રાજુલ શાહ અને જોઈન્ટ સેક્રેટરી ચંદ્રેશ મારૂ સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!