VALSADVALSAD CITY / TALUKO
વલસાડ જિલ્લાના ઉમરગામના દેવધામથી બિહારની પાર્વતીબેન પાસવાન ગુમ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ, તા. ૦૨ જૂન:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેવધામમાં મનીષ પાંડેની ચાલીમાં રહેતી ૨૧ વર્ષીય પાર્વતીકુમારી દશરથ વ્યાસ પાસવાન (મૂળ રહે. ગામ પકરંધા ચોકી, તા. રાની તલાવ કન્પા, જિ. પટના, બિહાર) તા. ૨૫ મે ૨૫ના રોજ સાંજે ૬ કલાકે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગઈ હતી. જે શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. ઘરેથી નીકળતી વેળા કાળા કલરનો શર્ટ અને બ્લુ કલરનો જિન્સ પેન્ટ પહેર્યો હતો. જે હિન્દી તથા ભોજપુરી ભાષા બોલી તથા વાંચી શકે છે. જે કોઈને પણ તેણીની ભાળ મળે તો ઉમરગામ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.