VALSADVALSAD CITY / TALUKO

વલસાડ આઈસીડીએસ દ્વારા સ્ત્રી રોગ અને ગર્ભાશયના મુખનું કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જુલાઈ

વલસાડ નગરપાલિકા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના વલસાડ તાલુકા દ્વારા સંપૂર્ણ સ્ત્રી રોગની જાણકારી અને સર્વાંઈકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.યોગિની રોલેકર (M.D GYNEC, MUMBAI) દ્વારા સ્ત્રીના માસિક સ્ત્રાવથી લઈને સ્ત્રી રોગ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. જેમાં હાલમાં વધી રહેલાં સર્વાંઈકલ કેન્સર( ગર્ભાશયના મુખનું કેન્સર) કેવી રીતે થાય તેમજ તેને કેવી રીતે અટકાવી શકાય તે માટે કાર્યકર બહેનોને જાણકારી આપવામાં આવી હતી. જેમાં સર્વાંઈકલ કેન્સર(ગર્ભાશયના મુખનું કેન્સર) વિશેની માહિતી તેની રસીકરણની માહિતી અને Pap test and HPV testની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. જેથી આંગણવાડી કાર્યકર બહેનો આઈસીડીએસના લાભાર્થીઓને એમના કાર્યક્ષેત્રમાં જાગૃત કરી કેન્સરને અટકાવવા માટે સહાયરૂપ બને એ કાર્યક્રમનો હેતુ હતો. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર નીલમબેન પટેલ, વલસાડ ઘટક-૧,ર,૩ ના બાળ વિકાસ યોજના અધિકારી અનુક્રમે કેતનાબેન ટંડેલ, ગીતાબેન કેદારિયા, ગીતાબેન સોલંકી હાજર રહ્યા હતાં. આ સાથે જિલ્લા અને ઘટકના કર્મચારી ઉપરાંત ૪૦૦ જેટલા આંગણવાડી કાર્યકર બહેનોએ ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!