પરમ પાવન દલાઈ લામાના નેવુંમા જન્મદિવસે વંદન સહ અભિનંદન પાઠવવામાં આવ્યા.
6 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
છઠ્ઠી જુલાઈ એટલે વિશ્વને શાંતિનો સંદેશ આપનાર, અહિંસા, કરુણા અને સદભાવનાનો પ્રચાર પ્રસાર કરનાર, બૌદ્ધ ધર્મગુરુ અને તિબેટના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા ચૌદમા દલાઈ લામા (શ્રી તેનજિન ગ્યાત્સો)નો જન્મ દિવસ. તેઓના 90 મા જન્મદિને શ્રી ગજેન્દ્રકુમાર જોશીએ ભારત તિબેટ સહયોગ મંચ (રાષ્ટ્રીય સંગઠન) વતી ભાવપૂર્ણ નમન, હાર્દિક અભિનંદન અને સ્વસ્થ દીર્ઘાયુની મંગલકામનાઓ પાઠવી. તેઓના જીવનના પ્રેરક પ્રસંગો આલેખતાંની સાથે તિબેટિયન ભાઈ બહેનોને પણ શુભકામનાઓ પાઠવી. વિસ્તારવાદી અને દગાબાજ ચીનની ધૂર્તતાના કારણે દલાઈ લામા સહિત અનેક તિબેટવાસીઓ વર્ષોથી ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે આજના પાવન અવસરે તિબેટ વહેલામાં વહેલા ચીનની પરાધીનતામાંથી મુક્તિ મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર બને તેવી કૈલાશ-નિવાસી ભોળા શંભુના ચરણોમાં સમૂહ પ્રાર્થના કરવામાં આવી. તિબેટની પરંપરા મુજબ દલાઈ લામાના ઉત્તરાધિકારીની શોધમાં ચીનના હસ્તક્ષેપને મંચ તરફથી વખોડવામાં આવ્યો. પરસોત્તમભાઈ દેસાઈએ પૂજ્ય દલાઈ લામાજીના જન્મોત્સવ સપ્તાહ દરમિયાન શાંતિ પદયાત્રા, બૌદ્ધિક ગોષ્ઠી, તિબેટની આઝાદી માટે હસ્તાક્ષર અભિયાન, દલાઈ લામાના જીવન કવનની નિબંધ સ્પર્ધા વગેરે જેવા કાર્યક્રમો યોજીને સત્ય, પ્રેમ અને માનવતાના મહાસાગર એવા સંતને શુભેચ્છાઓ પાઠવવાની વિનંતી કરી, છેલ્લે સૌનો આભાર માન્યો.