હાલોલ:સનફાર્મા દ્વારા ટીમ્બી ગામ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩.૪.૨૦૨૫
સનફાર્મા હાલોલ દ્વારા આજે ગુરુવારના રોજ ટીંબી પ્રાથમિક શાળા ખાતે ચાર નવીન ઓરડાનુ રાધનપુર ગામ ખાતે નવીન આંગણવાડી કેન્દ્ર અને ટીમ્બી ગામ ખાતે સોલાર લાઈટનુ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.સનફાર્મા હાલોલ દ્વારા ટીંબી પ્રાથમિક શાળાના બાળકોને યોગ્ય શિક્ષણ માટેનું વાતાવરણ મળી રહે તે હેતુથી નવીન ચાર ઓરડાનું બાંધકામ કરવામાં આવ્યું છે.રાધનપુર ગામના નાના ભૂલકાઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે હેતુથી નવીન આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને ટીમ્બી ગામના લોકોને રાત્રે અંધારામાં અવર જવર કરવામાં તકલીફ ન પડે તે હેતુથી ગામમાં 40 સોલાર લાઈટ નાખી આપવામાં આવી છે.આ સમગ્ર વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ આજે ગુરૂવાર ના રોજ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે સનફાર્મા ના એચ.આર.હેડ ભાસ્કરભાઈ ધારીવાલ, સી.એસ.આર હેડ પ્રતિકભાઇ પંડ્યા,મયંકભાઇ ભગત,શાસક પક્ષના નેતા અરવિંદભાઈ પરમાર,હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ,હાલોલ નગરપાલિકા પ્રમુખ તથા અન્ય મહાનુભવો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.