જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વ પર્યાવરણ દિન” નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ: ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એન.જી.ઓ. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા “વિશ્વપર્યાવરણ દિન” નિમિત્તે “રેવા અરણ્ય” જુના બોરભાઠા ગામ ખાતે “એક પેડ માં કે નામ થીમ” હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારબાદ જેએસએસ હેડ કવાર્ટર્સ ખાતે “નો પ્લાસ્ટીક” થીમ ઉપર પરિસંવાદ યોજાયો હતો; જેમાં નિયામક ઝયનુલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને નોન વુવન બેગ નાં ઉપયોગ પર ભાર મૂકયો હતો ઉપસ્થિત હાજર જનોને નોન-વુવન બેગો નું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું.
NTPC કોલોની ઝનોર ખાતે સ્કીલ તાલીમ કાર્યક્રમ હેઠળ “આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર” “ACO” નાં તાલીમ વર્ગનો NTPC Mumbai નાં સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોની નાં વરદ હસ્તે અને ગાયત્રી લેડીસ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રા નાં અતિથિ વિશેષ પદે શુભારંભ કરાયો હતો.
આ તાલીમ કાર્યક્રમ NTPC નાં CSR ઈનીશીયેટીવ હેઠળ પ્રાયોજીત કરાયો હતો, જેમાં બહેનો કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરશે, જેનાં આધારે તેઓ રોજગારી પ્રાપ્ત કરી શકશે.
આ કાર્યક્રમમાં જેએસએસનાં લાઈવલીહુડ કોઓર્ડીનેટર ક્રિષ્નાબેન કઠોલીયા, ઝઈમભાઈ કાગઝી, છાયાબેન પાટીલ, યુક્તાબેન રાજ વગેરેએ જહેમત ઉઠાવી હતી.