મદન વૈષ્ણવડાંગ જિલ્લાની સુબીર તાલુકાની અંતરિયાળ વિસ્તારની ગારખડી પ્રા. શાળામાં બાળકોમાં જીવન જરૂરિયાતના કૌશલ્યોનો વિકાસ થાય તે માટે બાળ મેળો,કૌશલ્ય મેળો તથા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ મેળામાં શાળાના બાળકો તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેળામાં વિવિધ પ્રકારની ખાદ્ય પદાર્થોનો સ્ટોલ, કોમ્પ્યુટરની જાણકારી, વજન-ઊંચાઈનું માપન,લો કોસ્ટ મોડલ,વેસ્ટમાંથી બેસ્ટ, હેન્ડક્રાફ્ટેડ મોડલ,કાગળકામ, માટીકામ,ચિટક કામ,ચિત્ર કલા,સ્ક્રૂ-ખીલી મારવી, કૂકર ખોલ-બંધ કરવું,ઈસ્ત્રી મારવી,હાથમાં મહેંદી બનાવવી,રંગોળી બનાવવી,ખેત ઓજારોનો ઉપયોગ જેવી અનેક એક્ટિવિટીઓ બાળકો દ્વારા કરવામાં આવી હતી.આ એક્ટિવિટી દ્વારા બાળકોમાં ગણતરી,નફા-ખોટ,પ્રામાણિકતા, સ્વચ્છતા ,સહકારની ભાવના,ચોકસાઈ,માપન,વસ્તુઓની ગુણવત્તા તથા રોજિંદા જીવનના પાયાના કાર્યો પોતાની જાતે કરવા જેવા અનેક ગુણો તેમજ કૌશલ્યો વિકસશે એવું શાળાના શિક્ષકોનું માનવુ છે. શિક્ષણની સાથે બાળકોને વિવિધ કૌશલ્યની માહિતી પણ મળી રહે એ ખૂબ જ જરૂરી હોય ગારખડી પ્રા.શાળાના શિક્ષક પરિવાર આ પ્રકારની વિવિધ કૌશલ્યની માહિતી આપી આ એક્ટિવિટી કરાવી રહ્યા છે. આ પ્રકારની એક્ટિવિટી કરવા માટે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક કાર્યક્રમ કરવા બદલ આચાર્ય દ્વારા શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો..
«
Prev
1
/
123
Next
»
મોરબી ખાતે નવી Skoda Kushaq Facelift કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું.