કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ શ્રી લોહાણા મહાજન સુંદર વાડી ખાતે લોહાણા સમાજ ના છેલ્લા મહારાણા વીર દાદા જશરાજ નાં શહીદ દિનને રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એવા એક શુરવીર યોધ્ધા સુર્યવંશના વંસજ લોહરાણા કુળમા જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજ જેઓ ક્ષત્રિય લોહાણા રઘુવંશીઓ ના છેલ્લા મહારાણા એવા ધર્મ રક્ષક ગૌરક્ષક બ્રહ્મ રક્ષક ને તેમના શોર્યદિન અથવા રઘુવંશી એકતા દિવસ તરીકે કરવામાં ૨૨ જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે વીરદાદા જશરાજનાં 967 માં શોયઁદિન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલું હતું લોહાણા ક્રાંતિ સેના ના ડો સ્નેહલ તન્ના અને વિજય કારીયા ના જણાવ્યા મુજબ સાંજે 5 થી 7 બહેનો માટે તથા સાંજે 9 રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિ ભોજન પ્રસાદી નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો દ્વારા પ્રસાદી લેવામાં આવેલ આ કાર્યક્રમમાં કેશોદના ડી વાય એસ પી બિપીન ચંદ્ર ઠક્કર સાહેબ, ગોવિંદ ભાઈ દેવાણી,ડો રાજેશ સાંગાણી ડો અજય સાંગાણી,ડી ડી દેવાણી, ભીખુભાઈ ગોટેચા, કાળુ ભાઈ રામાણી, કેશોદ પ્રેસ ક્લબનાં ખજાનચી અને એકતા અખંડિતતા નાં સહતંત્રી દિનેશ કાનાબાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં આ કાર્યક્રમને સફળ બનાવવા કેયુર કારીયા, ભાવેશ રાભેરુ, કિરીટ કારિયા, અજય દત્તા, ડી જી પોપટ વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ