હાલોલના નવા શાક માર્કેટમાં શાકભાજી નો ધંધો કરી રાત્રે ઘરે પરત ફરી રહેલા તાજપુરાના દંપતીને નડ્યો,અકસ્માતમાં દંપતીનું મોત
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨.૭.૨૦૨૫
હાલોલ ગોપીપુરા ચોકડી, પેટ્રોલ પંપ પાસે બાઈક ચાલકે ડીઓ સ્કૂટર પર જઈ રહેલા દંપતી ને અડફેટમાં લેતા ડીઓ સ્કૂટર પર સવાર તાજપુરાના દંપતીને ગંભીર ઇજાઓ થતા ચાલાક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.પોલીસ સૂત્રો દ્વવારા પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના નારાયણધામ તાજપુરા ગામના આશ્રમ ફળિયામાં રહેતા અને હાલોલ નવા શાકમાર્કેટમાં હાઈસ્કૂલ પાછળ શાકભાજી વેચી પરિવાર નું ભરણ પોષણ કરતા જસવંતભાઈ સામંતભાઈ ચૌહાણ રોજ ના ક્રમ મુજબ મંગળવાર ના રોજ તેમની પત્ની સવિતાબેન સાથે શાકભાજી વેચવા હાલોલ ગયા હતા. શાકભાજી વેચી બંને રાત્રે નવ વાગ્યા ના સમયગાળા દરમ્યાન તેમનું ડીઓ સ્કૂટર લઇ ઘરે તાજપુરા જવા માટે નીકળ્યા હતા.દરમ્યાન ગોપીપુરા ચોકડી, પેટ્રોલ પંપ પાસે વળતા હતા ત્યારે અજાણ્યા પલ્સર બાઈક ચાલકે જસવંતભાઈ ને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.બાઈક ચાલાક અકસ્માત સર્જી બાઈક મૂકી ભાગી છૂટ્યો હતો.થયેલ અકસ્માતમા જસવંતભાઈ અને સવિતાબેન બંને રોડ ઉપર પટકાતા બંને ને માથામાં તેમજ શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થતા રાહદારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર એ જસવંત ભાઈને મૃત જાહેર કર્યા હતા જયારે સવિતાબેન ને પણ ગંભીર ઇજા હૉવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા પરંતુ તેઓનું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવ ની જાણ હાલોલ પોલીસ ને થતા ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ બાદ અજાણ્યા બાઈક ચાલાક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.