GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: અષાઢી બીજની રથયાત્રા અન્વયે ૨૬-૨૭ જૂને સદર, ફૂલછાબ ચોક વગેરે સ્થળોએ વાહનોની પ્રવેશબંધી

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના રોજ અષાઢી બીજ પર્વ નિમિત્તે યોજાનાર રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ થઈને નાનામૌવા ગામ, મોક્કાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, ન્યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબાથી પુષ્કર ધામ મેઇન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ ટી-પોઇન્ટ એચ.પી. પેટ્રોલ પંપથી સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટીથી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડર બીજ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઇન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક એસ.બી.આઈ. ટી-પોઇન્ટ, ત્રીકોણ બાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, શ્રી સ્વામીનારાયણ મંદિરથી ભૂપેન્દ્ર રોડ ટી-પોઇન્ટ પેલેસ સેડ, ગુંદાવાડી પોલીરા ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઇન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ. કોઠારીયા રોડ મેઈન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઇન રોડ, ત્રીશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ પી.ડી.એમ. ફાટક થઈ પી.ડી.એમ. કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઇન રોડ, મવડી ફાયર બ્રીગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઈન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાના મૌવા ગામ થી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત આવી પૂર્ણ થશે.

રથયાત્રા ફુલછાબ ચોકથી સદર બજારમાંથી પસાર થઇ સદર પોલીસ ચોકી તરફ પસાર થશે જેથી ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા દ્રારા તા.૨૬/૦૬/૨૦૨૫ અને તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી દિન-૦૨ દરમિયાન સદર બજાર પોલીસ ચોકીથી ખોડીયાર હોટલ સુધી તથા ફુલછાબ ચોકથી સદર પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે ૦૯/૦૦ થી ૨૧/૦૦ કલાક સુધી પ્રવેશ બંધ જાહેર કરવામાં આવ્યો છે.

આ આદેશો અષાઢી બીજની રથયાત્રામાં રહેલ વાહનો અને સરકારી વાહનોને, ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મીક સંજોગોમાં લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Back to top button
error: Content is protected !!