GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખીરસરાથી ચિત્રાવડ વચ્ચેના વેન્ટેડ કોઝવે પર અવરજવર પ્રતિબંધિત:વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો

તા.૨૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ઉપલેટા-ખાખીજાળીયા-ભાયાવદર – અરણી-ખીરસરા-ચિત્રાવડ – દાદર રોડ એમ.ડી.આર. કક્ષાનો રસ્તો બનેલ છે. જે રસ્તા પર ખીરસરાથી ચિત્રાવડ વચ્ચેનો ૧૯૭૦ પહેલાં બનેલો ૨૦૦ મીટર લંબાઈનો વેન્ટેડ કોઝવે મોજ નદીમાં ભારે પુર આવતા સંપૂર્ણ ધોવાઈ ગયેલ હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સી.એ.ગાંધી દ્વારા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજકોટ હસ્તકના ઉપલેટા-ખાખીજાળીયા-ભાયાવદર-અરણી-ખીરસરા-ચિત્રાવડ-દાદર રોડ પર ખીરસરા થી ચિત્રાવડ વચ્ચેના આ કોઝવે પરથી તમામ વાહનોની અવરજવર સદંતર બંધ કરવા તેમજ વૈકલ્પિક રસ્તા તરીકે ખીરસરા-વડાળી-મોજખીજડીયા-ચિત્રાવડ રોડનો ઉપયોગ કરવા હુકમ કરવામાં આવ્યો છે, જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.




