GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના એક ગામમાં લગ્નના વરઘોડામાં દારૂની બોટલ લઈને ડાન્સ કરતા યુવાનનો વિડીઓ વાયરલ
તારીખ ૨૭/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક નાનકડા ગામના લગ્ન પ્રસંગે નીકળેલ વરઘોડા મા રાત્રિના સમયે ડીજે ના તાલે વરઘોડો નીકળ્યો હતો અને વરરાજા એક વ્યક્તિના ખભા ઉપર બેસેલ જોવા મળે છે અને તેની બાજુમાં જ એક ઈસમ પોતાના હાથમાં દારૂ ની બોટલ લઈ ડાન્સ કરતો જોવા મળે છે વિડીઓ ગ્રાફર ની હાજરીમાં વરઘોડામાં દારૂની બોટલ લઈને નાચતો યુવક નો વિડિઓ કોઈકે ઉતારી દીધેલ જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધી ના નિયમો ના લીરેલીરા ઉડાવતો આ વિડિઓ વાયરલ થયો છે.