GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં ઉત્તરાયણ પર્વ પર એરગન થી ફાયરિંગ કર્યાનો વિડિઓ વાયરલ,પોલીસે ત્રણે દંપતી સામે કાર્યવાહી કરી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૧.૨૦૨૫

હાલોલના રહેણાંક વિસ્તારમાં ઉત્તરાયણ પર્વના દિવસે અગાસી પર આનંદ પ્રમોદ સાથે ત્રણ દંપતીઓએ એરગનથી હવામાં ફાયરિંગ કરી તેનો વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં વાઇરલ કરતા વાયરલ થયેલ વિડીયોના પગલે હાલોલ ટાઉન પોલીસે સોશીયલ મીડિયા પર વાયરલ કરેલ ઈસમ ને શોધી કાઢી ત્રણ મહિલા ઓ સહીત છ ઈસમો સામે જાણવાજોગ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અવકાશી યુદ્ધ એવા ઉત્તરાયણ પર્વના દિવસે લોકો ધાબા ઉપર પતંગ ચકાવાની સાથે આનંદ પ્રમોદની સાથે મોજ મસ્તી કરતા હોય છે.અને જુદી જુદી રીલ બનાવી પોતાના ફેશબુક, ઈન્સ્ટ્રાગ્રામ,વોટ્સઅપ સ્ટેટસ વિગેરે સોશીયલ મીડિયા ઉપર મુકવાનો શોખ ધરાવે છે. તેવો જ એક વિડીયો હાલોલ નગર ના એક વિસ્તારમાં ઉત્તરાયણ પર્વના દિવસે અગાસી પર આનંદ પ્રમોદ સાથે ત્રણ દંપતીએ વારાફરથી સાથે ઉભા રહી એરગન થી હવામાં ફાયરિંગ કરતો વીડિયો બનાવી સોશીયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.પિસ્ટલ જેવા સાધનથી હવામાં ફાયરિંગ કરતો વાયરલ થયેલા વિડિયોને લઇ હાલોલ પોલીસે ગંભીરતા દાખવી તેની શોધખોળ કરતા પોલીસ જે મોબાઈલથી વિડીયો વાયરલ થયેલ તે ઈસમ ને શોધી કાઢી તપાસ કરતા આ ત્રણ યુગલો એ ઉતરાયણના દિવસે ધાબા ઉપર રીલ બનાવવા એરગન થી હવામાં ફાયરીંગ કર્યાનું બહાર આવ્યુ હતું. પોલીસે પિસ્ટલ જેવા સાધન ( એરગન ) ને કબ્જે કરી જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ અર્થે મોકલી કાયદેસરની હાથધરી છે.

Back to top button
error: Content is protected !!