GUJARAT

વિજાપુર લાડોલ અને કુકરવાડા બસ સ્ટેન્ડ નુ લોકાર્પણ કરાયું

વિજાપુર લાડોલ અને કુકરવાડા બસ સ્ટેન્ડ નુ લોકાર્પણ કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સૌથી મોટા ગ્રામ્ય વિસ્તારો મા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કુકરવાડા અને લાડોલ ખાતે નવીન બસ સ્ટેન્ડ નુ લોકાર્પણ સંસદ સભ્ય હરીભાઈ પટેલ અને ધારાસભ્ય સી જે ચાવડા ના હસ્તે કરવા મા આવ્યું હતું. જેમાં કુકરવાડા ખાતે બનેલ અઘતન બસ સ્ટેન્ડ મા રૂપિયા ૧ કરોડ ૭૧ લાખ તેમજ લાડોલ બનાવેલ બસ સ્ટેન્ડ મા ૧ કરોડ ૩૯ લાખ ના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે બનાવવા મા આવ્યું છે. કુકરવાડા થી મેહસાણા અમદાવાદ ગાંધીનગર હિમતનગર જતા મુસાફરો અને લાડોલ બનેલ બસ સ્ટેન્ડ થી વિજાપુર ઇડર વડનગર ખેરાલુ જતા આવતા મુસાફરો માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ બનશે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા કુકરવાડા ખાતે થી રોજની ૮૦૦ થી વધુ લોકો મુસાફરી કરે છે. જ્યારે ૪૦૦ થી વધુ લોકો લાડોલ બસ સ્ટેન્ડ પાસેથી મુસાફરી રોજબરોજ કરતા હોય છે. જેને બંને બસ ડેપો ધમ ધમી ઉઠશે ધારાસભ્ય સી.જે ચાવડાએ જણાવ્યું હતુ કે ગુજરાત સરકાર દ્વારા પાયા ની જરૂરિયાત ને ધ્યાન માં લઇ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ના પ્રયત્નો થી ડેપો મેનેજર વી સી ચૌધરી ની કામ કરવાની ધગશ થી મુસાફરો માટે સુવિધાઓ ને લઈ બંને બસ ડેપો ઉભા કરવા મા આવ્યા છે જેનાથી બસ મા અવર જવર કરતા મુસાફરો ને સાનુકૂળ બનશે લાડોલ અને કુકરવાડા ગામને આ વર્ષની ગુજરાત રાજ્ય સરકાર ની વાહન વ્યવહાર નિગમ ને ભેટ સ્વરૂપે મુસાફરો માટે બંને બસ સ્ટેન્ડ ખુલ્લા મુકવામાં આવ્યા છે. સંસદ સભ્ય પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત ના પ્રમુખ તૃષા બેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!