વિજાપુર પોલીસે ખણુસા ગામે ગોસ્વામી વાસ નજીક ખુલ્લી જગ્યા એ જુગાર રમતા નવ ઈસમોને ઝડપી એક ફરાર સહિત દશ સામે ફરીયાદ નોંધાઈ
પોલીસે ૮૧,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઈસમ ને જડપી પાડવા કાર્યવાહી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સ્થાનીક પોલીસે બાતમી ના આધારે ખણુસા ગામે નવ જણા ને જુગાર રમતા કુલ રૂપિયા ૮૧,૫૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં જ્યારે એક આરોપી ફરાર થઈ જતાં કુલ ૧૦ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનીક પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેકટર એ આર બારીયા અને પોલીસ ટીમ દારૂ જુગાર ના કેસો ને લઈ પેટ્રોલીંગ મા હતી. તે સમયે પોલીસને ખણુસા બસ સ્ટેન્ડ પાસે આવતા ખાનગી માં બાતમી મળી હતી કે ગામના ગોસ્વામી વાસ નજીક ખુલ્લી જગ્યા મા કેટલાક ઈસમો ભેગા મળી આર્થિક ફાયદા સાર જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે પીઆઇ વનરાજ સિંહ ચાવડા ના માર્ગદર્શન મુજબ સ્થળ ઉપર ખરાઈ કરી રેડ કરતા જુગાર રમતા નવ ઈસમોને કુલ રૂપિયા ૮૧,૬૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે એક ઈસમ પોલીસ ને નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપર થી અરવિંદજી બાબુજી ઠાકોર રહે સરકારી માલ ગોડાઉન પાસે વિજાપુર તેમજ અર્જુનજી ફૂલાજી ઠાકોર રહે રેલ્વે સ્ટેશન ઠાકોર વાસ વિજાપુર તેમજ રાહુલ ચહેરજી ઠાકોર રહે રેલ્વે સ્ટેશન ઠાકોર વાસ વિજાપુર તેમજ આકાશ સુરેશભાઈ દેવીપૂજક રહે ૪૪ રેલ્વે ફાટક વિજાપુર તેમજ અર્જુન ભાઈ બહાદુર ભાઇ દેવીપૂજક રહે માઢી આશ્રમ નજીક વિજાપુર તેમજ જગદીશ કુમાર કાળુજી ઠાકોર રહે રેલ્વે સ્ટેશન ઠાકોર વાસ વિજાપુર તેમજ ધનરાજ સિંહ શંકરજી ઝાલા રહે રેલ્વે સ્ટેશન ઠાકોર વાસ વિજાપુર તેમજ સંજય સિંહ વનરાજ સિંહ ઠાકોર રહે મહેશ્વર રોડ રામાપીર મંદિર નજીક વિજાપુર તેમજ રાકેશ કુમાર ભાનું ભાઈ સોલંકી રહે મકરાણી દરવાજા પાસે વિજાપુર તેમજ રમેશ પૂરી ઊર્ફે કિશન તેજેન્દ્ર પૂરી ગોસ્વામી રહે ખણુસા બાવા વાસ વિજાપુર સહિત ૧૦ સામે પોલીસે ગુનો નોંધી સ્થળ ઉપર ની રોકડ રૂપિયા ૫૨,૬૨૦/- તથા મોબાઈલ સહિત કુલ રૂપિયા ૮૨,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઈસમ રમેશપુરી ને ઝડપી પાડવા પોલીસે ગ્રહો ચક્રમાન કર્યા છે.