AHAVADANGGUJARAT

ડાંગ: ચીખલી પ્રાથ.અને માધ્ય.શાળાના વિદ્યાર્થીઓનું નામાંકન કરાવતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ધરતીમાતાનુ ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર આપણને મળ્યો છે ત્યારે, તેની ગરિમાને ગૌરવ અપાવે તેવુ પ્રકૃતિનુ જતન સંર્વધન, એ આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવતા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, ચીખલી ગામમા બાળકીઓની સંખ્યાને બીરદાવી, કન્યા કેળવણી મહોત્સવનું ઉત્તમ ઉદાહરણ અહી પુરૂ પાડ્યું છે તેમ જણાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના જીવન ધડતર માટે આત્મવિશ્વાસ કેળવવો ખુબ જ જરૂરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ભૂતકાળની શાળા, અને બાળકોની દશા અને દિશાનો ચિતાર રજૂ કરતાં શ્રી પટેલે આજના બાળકો માટે જીવનભરનું સંભારણુ બની રહેનારા ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમો, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે તેમ જણાવ્યું હતું. ભાવિ પેઢી સમાન આપણાં બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે, તેમને સમય ફાળવવાનો અનુરોધ કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે વાલી તરીકેની ફરજ નિભાવાની રહેશે તેમ ઉપસ્થિત સૌ વાલીઓને જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે શિક્ષણ માટે ૬૦ હજાર કરોડ રૂપિયાનું બજેટ મંજુર કર્યું છે. સરકારે શિક્ષણમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. જેના કારણે આજે મોટા ભાગની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિદ્યા લક્ષ્મી યોજના, જ્ઞાન સાધના યોજના તેમજ નમો સરસ્વતી યોજના થકી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિષ્યવૃતિ યોજનાઓ લાગુ કરવામાં આવી છે જેનો લાભ જિલ્લાના બાળકોને પણ આપવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ચીખલી પ્રાથમિક શાળામાં ૧૪ ભૂલકાંઓ તેમજ ચીખલી માધ્યમિક શાળાના કુલ ૨૨ વિદ્યાર્થીઓનું શાળા પ્રવેશોત્સવ દરમિયાન નામાંકન કરાવ્યું હતું.

શાળાના બાળકો દ્વારા સંચાલિત કાર્યક્રમ દરમિયાન બાળકોએ પર્યાવરણ જતન, અને કન્યા કેળવણી, બેટી બચાવો-બેટી પઢાઓ વિષયક વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, જુદી જુદી પરીક્ષાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા વિધાર્થીઓ, સો ટકા હાજરીવાળા બાળકોનું સન્માન અને અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું.

દરમિયાન સામાજીક કાર્યકર શ્રી હિરાભાઇ રાઉતે ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા પવિત્ર કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા, છેલ્લા ૨૨ વર્ષોથી ચાલી રહેલા આ કાર્યક્રમની સફળતાનો શ્રેય, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે, તેમ કહ્યું હતું.

જીવનમાં શિક્ષણ ખુબ જ જરૂરી છે તેમ જણાવી શ્રી હીરાભાઇ રાઉતે શિક્ષણ નું મહત્વ સમજાવી સૌ વાલીઓને તેઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ગામના નવ નિયુક્ત સરપંચ શ્રીમતી શીતલબેન ગાવિત, આહવા તાલુકા સદસ્ય શ્રીમતી કમળાબેન રાઉત, સહિત દક્ષિણ ગુજરાત વીજ કંપની આહવાના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી એમ. એસ. મહેતો,  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ, લાઇઝન અધિકારી શ્રી કેતનભાઈ ગવળી, કેળવણી નિરીક્ષક શ્રી ધનસુખભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!