BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં “વિશ્વ યોગ દિન” ઉજવાયો

25 જૂન વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-21 જૂન ના રોજ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.”યોગ ભગાવે રોગ” એ ઉક્તિને સાર્થક કરતા વ્યાયમ શિક્ષક શ્રી આર.વી. ચૌધરીએ વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવન માટે યોગની અનિવાર્યતા વિશે માહિતગાર કરીને વિદ્યાર્થીઓને હળવી કસરતો, વિવિધ પ્રાણાયમ, વિવિધ આસનો કરાવીને ઊર્જાવાન બનાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.આમ શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી સુચારુ આયોજન થયું હતું.

[wptube id="1252022"]
Back to top button