સમીર પટેલ, ભરૂચ
રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 ને અનુલક્ષીને શૈક્ષણિક કાર્ય ગુણવત્તાસભર બને , શિક્ષકો વર્ગખંડમાં ઇનોવેટિવ પેડાગોજીનો અને એજ્યુકેશનલ ટેકનોલોજી નો ઉપયોગ કરે તે ઉદ્દેશ્યથી (કંટીન્યુઅસ પ્રોફેશનલ ડેવલોપમેન્ટ-CPD) ભાગ રૂપે ધોરણ 6 થી 8 ના શિક્ષકોની ગણિત વિષયની તાલીમ વર્ગનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ થી હાંસોટ તાલુકાના લાઇઝન અધિકારી શ્રી ડૉ. માર્કંડ કુમાર માવાણી દ્વારા વર્ગની મુલાકાત લઇ શિક્ષકોને શિક્ષણમાં નવીન ટેકનોલોજી તેમજ પેડાગોજી અંતર્ગત નુતન પ્રવાહો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર તાલીમ વર્ગનું સંચાલન બીઆરસી કોઓર્ડીનેટર શ્રી અશોકકુમાર જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.