દાંતા – અંબાજી સહિત કુલ 39 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વિધિવત જાહેરનામું, દાંતા તાલુકા માં 84 બુથ ઉપર થશે મતદાન
3 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતા – અંબાજી સહિત કુલ 39 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વિધિવત જાહેરનામું, દાંતા તાલુકા માં 84 બુથ ઉપર થશે મતદાન ગુજરાત રાજ્યમાં ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યા બાદ વહીવટીતંત્ર કામે લાગી રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કુલ 39 ગામમાં ગ્રામ પંચાયત ની ચૂંટણીઓ યોજાશે જેમાં 10 સંપૂર્ણ ગ્રામ પંચાયતની જ્યારે 29 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજવા માટેનું આજે વિધિવત નુ જાહેરનામું મામલતદાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને કચેરીની બહાર પણ જાહેરનામું લગાવાયું હતું જેનો ઉમેદવારોને મતદારો પણ જોતા નજરે પડ્યા હતા આ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી જ ફોર્મ ભરી શકાશે તેમ મામલતદાર એ જણાવ્યું હતું જ્યારે ઉમેદવારો 9 જૂન સુધી પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરી શકશે અને ચકાસણી તારીખ 10 જૂનના રોજ કરાશે અને તારીખ 11 જૂન સુધી ચૂંટણી નહીં લડનારાઓ પોતે ફોર્મ પરત ખેંચી શકશે અને 22 જૂન 2025 ના રોજ તાલુકાના 34 ગામોમાં કુલ 84 બુથ ઉપર મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે, જેનો પરિણામ 25 જૂન 2025 ના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ પરિણમો જાહેર કરાશે જોકે આ વખતે આ ગ્રામ પંચાયતની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવશે અને તમામ બુથ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નું ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાશે તેમ બી સી બારોટ મામલતદાર દાંતા એ જણાવ્યું હતું જ્યારે યાત્રાધામ અંબાજીની મુદત 2022માં પૂર્ણ થઈ હતી ત્યારબાદ વહીવટદાર મૂકી દેવાય હતા અને મુદત પૂર્ણ થયા બાદ પણ સાડા ત્રણ વર્ષ બાદ અંબાજી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે તસ્વીર -અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ