અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઇડીસીમાં આવેલી VVIC ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી.
સમીર પટેલ, અંક્લેશ્વર
પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના સામે આવી હતી. વી.વી.આઈ.સી. ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થતાં ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું.
અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની હતી. વી.વી.આઈ.સી. ફાર્મા કંપનીમાં ગેસ ગળતર થયું હતું જેના પગલે ઘાટા પીળા રંગનું આવરણ વાતાવરણમાં છવાયું હતું.
ગેસ ગળતર થતાં કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.
આ અંગેની જાણ ફાયર ફાયટરોને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટમાં જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનાની ગંભીરતા સમજી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ તપાસમાં પહોંચ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર નાઈટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું છે.
જોકે આ ઞેસ ઞણતર ની ધટનામા કોઈ પણ કામદારો ને ગેસની અસર થઈ ન હતી.