ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ બગડી ગયેલા કેળાની વેફર્સ બનાવાતી હતી દુકાનો કરાઈ સીલ

બગડી ગયેલા કેળાની વેફર્સ બનાવાતી હતી દુકાનો કરાઈ સીલ

તાહિર મેમણ – આણંદ – 29/03/2025 – આણંદ મહા નગરપાલિકા કમિશનર સુચના મુજબ મહા નગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આઝાદ મેદાન પાસે મણીબેન એસ્ટેટમાં આવેલી ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સ ખાતે આકસ્મિક તપાસ કરતા સફાઇના અભાવ સહિતની ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેને પગલે બંને દુકાનો સીલ કરાઇ હતી.

મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખુશ્બુ લાઈવ વેફર્સ અને જય જલારામ લાઈવ વેફર્સમાં શુક્રવારે તપાસ કરતા ગંભીર ક્ષતિઓ જણાઇ હતી. જેમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી, ખુલ્લું વાયરીંગ, ઉંદરની અવરજવર તેમજ ચીમનીનો ધુમાડો અન્યના ઘરમાં જતો હોવાનું માલુમ પડ્યું હતુ, તેમજ ખુલ્લા વાયર પર તેલ માટીના થર જામી ગયા હતા. જે કેળામાંથી લાઈવ વેફર્સ બનાવાતી હતી તે કેળા પણ બગડી ગયેલા માલુમ પડયા હતા.

Back to top button
error: Content is protected !!