બનાસકાંઠા ડાક વિભાગ તરફથી પી.એલ.આઈ/આર.પી.એલ.આઈ એજન્ટ માટે વોક-ઇન-ઇન્ટરવ્યુ યોજાશે
30 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીવીઝન, પાલનપુર દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (PLI) અને રુરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ (RPLI) માટે એજન્ટની નિમણૂક માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઈન્ટરવ્યુ તા. ૦૭-૦૭-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પાલનપુર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, જોરાવર પેલેસ, પાલનપુર ખાતે યોજાશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા માન્ય સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઇન્ટરવ્યુની તારીખના દિવસે ઉમેદવારની ઉમર ઓછામાં ઓછી ૧૮ વર્ષની હોવી જોઇએ.
બેરોજગાર યુવાનો, સ્વ-રોજગારી ધરાવતા યુવાનો, પૂર્વ જીવન વીમા એજન્ટ, કોઈ પણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ, માજી સૈનિક, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળના કાર્યકરો, ગ્રામ પ્રધાન, ગ્રામ પંચાયતના સભ્યો આ ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી, બાયોડેટા સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, ઉંમરનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ, શૈક્ષણિક લાયકાત અંગેના અસલ પુરાવા અને દરેકની ખરી નકલ સાથે લાવવાની રહેશે. તેમજ હાલમાં કોઈપણ અન્ય લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ/આર.પી.એલ.આઈ ની એજન્સી મળવાપાત્ર નથી તેમ અધિક્ષકશ્રી ડાકઘર બનાસકાંઠા ડીવીઝન પાલનપુર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યું છે.