પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
1 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
‘વડગામ તાલુકાના મુળ વતની પાલનપુર ખાતે રહેતા છેલ્લા 12 વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરતા સંકેત કુમાર ભોજક જેમને ફરજ સાથે સાથે પર્યાવરણ અને પ્રકૃતિ વૃક્ષ જતન જેવા આ પ્રકૃતિ પ્રેમી મહત્વનો ભાગ ભજવતા જેમને ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ પર્યાવરણ સરક્ષણ નો એવોર્ડ સન્માનિત કરતા તેમના મિત્ર મંડળ શિક્ષકોએ સમાજના લોકોએઅભિનંદન પાઠવ્યા હતા
ચાલો, પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે હરહંમેશ કટિબદ્ધ રહીએ ના સૂત્ર સાથે ‘માધવ ચેરીટેબલ ટ્રસ્ટ, કપડવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા તેમજ અનંતા એજ્યુકેશન, ગાંધીનગર આયોજિત વૃક્ષારોપણ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫ નું ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગરના ઉપસચિવ શ્રી પુલકિતભાઈ જોષીની પ્રેરણાથી તથા ગુજરાતની સમગ્ર ટીમ દ્વારા ગુજરાતભરના શિક્ષકો કે જેઓએ પ્રકૃતિ સંવર્ધન તેમજ રક્ષણની કામગીરી કરી છે અને કરી રહયા છે તેવા પ્રકૃતિ પ્રેમી શિક્ષકોનું એવોર્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .સમગ્ર કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર,સુદ્રઢ અને શિસ્તબધ્ધ રીતે કરવામાં આવ્યું હતું.આ શિક્ષકો પૈકી વડગામના વતની અને પાલનપુર ખાતે રહેતા એવા શિક્ષકશ્રી સંકેતકુમાર પ્રવિણચંદ્ર ભોજક કે જેઓ ભરૂચ જિલ્લામાં આવેલાં રનાડા ગામમાં ફરજ બજાવતાં હતા જ્યાં તેઓએ 12 વર્ષ સુધી પર્યાવરણ અને પ્રકૃતિ માટે ખૂબ ઉત્તમ કામ કર્યું હતું હાલ તેઓ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની માલોત્રા અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહયા છે અને ત્યાં પણ પર્યાવરણ સંવર્ધન માટે કામ કરી રહયા છે તેઓની પણ તેમની શ્રેષ્ઠ કામગીરી માટે પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ પર લાઈવ કરવામાં આવ્યો હતો