અરવલ્લી : ટીંટોઇ ગ્રામ પંચાયતના તલાટી અને તેમની ટીમ જેટકોમાં વેરો વસુલાત કરવા જતાં જેટકોના કર્મીઓએ પોલીસ ફરિયાદની ધમકી આપી, તલાટીએ નિયમ મુજબ માંગણા નોટિસ ફટકારી
જેટકો સ્ટેશન બન્યાથી આજ દિન સુધી બાકી રહેલ રૂપિયા ૧,૬૪,૦૦૦/- જેટલી રકમનો વેરો વસુલ કરવા જતા ટીંટોઇ ગ્રા.પં. ના તલાટીને જેટકો દ્વારા પોલીસ ફરિયાદની ધમકી મળતા તલાટી આલમમાં રોષ
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ટીંટોઇ ગ્રામ પંચાયતના તલાટી અને તેમની ટીમ જેટકોમાં વેરો વસુલાત કરવા જતાં જેટકોના કર્મીઓએ પોલીસ ફરિયાદની ધમકી આપી, તલાટીએ નિયમ મુજબ માંગણા નોટિસ ફટકારી
*જેટકો સ્ટેશન બન્યાથી આજ દિન સુધી બાકી રહેલ રૂપિયા ૧,૬૪,૦૦૦/- જેટલી રકમનો વેરો વસુલ કરવા જતા ટીંટોઇ ગ્રા.પં. ના તલાટીને જેટકો દ્વારા પોલીસ ફરિયાદની ધમકી મળતા તલાટી આલમમાં રોષ
*ટીંટોઇ ગ્રામ પંચાયતના બાકીદારો પર ટીંટોઇ ગ્રામ પંચાયતની કડક કાર્યવાહી*
મોડાસા તાલુકાના ટી.ડી.ઓ સાહેબશ્રીના ગ્રામ પંચાયતના તલાટીઓ ઉપર વસુલાત બાબતે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આ બાબતે જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયતના વેરાની વસુલાત ની કામગીરી શરૂ કરતાં ટીંટોઇ પંચાયતના હદ વિસ્તારના જેટકો ખાતે નોટીસ આપવા ગયેલ તેને લઈ અધિકારીઓ દ્વારા તલાટી પર પોલીસ ફરિયાદ આપવાની ધમકી અપાતા ખડભડાટ મચી ગયો હતો. જેટકો બન્યું ત્યારથી આજ સુધી વેરાની રકમ આશરે રૂપિયા ૧,૬૪,૦૦૦/- જેટલો માતબર રકમ નો વેરો બાકી નીકળતા વારંવાર નોટિસો આપવા છતાં પણ વેરો ભરપાઈ ન થતા તલાટીએ રૂબરૂ કાર્યવાહી કરતા પોલીસ ફરિયાદની ધમકી મળી હતી. હાલ ટી.ડી.ઓ દ્વારા વસુલાત ન થતી હોવાથી ટીંટોઇ ગ્રામ પંચાયતના તમામ કર્મચારી અને તલાટીનો પગાર બંધ કરેલ છે ત્યારે તલાટી દ્વારા કાર્યવાહી કરાતા જેટકોના અધિકારીઓ દ્વારા તલાટી ને પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકીથી ચકચાર મચી ગઈ હતી.
બૉક્સ:- જેટકો સ્ટેશનમાં વારંવાર નોટિસ આપવા છતાં તેના સ્થાપિત દિન થી લઈ આજ સુધીનો વેરો નથી ભરી શક્યા :- તલાટી કમમંત્રી
ટીંટોઇ ગ્રામ પંચાયત ના તલાટી વસંતસિંહ પરમારના જણાવ્યા અનુસાર ટીંટોઇ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ જેટકોને જૂના વર્ષો સુધી બાકી નીકળતા પંચાયત વેરાની વસુલાત ની કામગીરી શરૂ કરતાં પંચાયત દ્વારા વારંવાર માંગણા નોટિસ આપવા છતાં વેરો ભરપાઈ ન થતા આજ રોજ ટીંટોઇ તલાટી અને તેમની ટીમ રૂબરૂ કાર્યવાહી કરવા જતા જેટકોના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તલાટીને અને તેમની ટીમ પર પોલીસ ફરિયાદ કરી ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપતા ટીંટોઇ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ટીંટોઇ ગ્રામ પંચાયત દ્વારા જેટકોના ગેટ ઉપર માંગણાં નોટિસ ફટકારી પરત ફર્યા હતા.