અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના પંચાલ રોડ ઉપર છેલ્લા 2 મહિનાથી પાણીનો અડીંગો તંત્ર દ્વારા યોગ્ય નિકાલ ક્યારે થશે..? રોગચારો ફાટી નિકળે તેવી પરિસ્થિતિ
મેઘરજ નગરની અંદર છેલ્લા કેટલાય સમયથી મેઘરજ થી પંચાલ તરફ જતા રોડ ઉપર ગટર લાઈનનું પાણી હવે રોડ ઉપર આવવા લાગ્યું છે ત્યારે છેલ્લા 2 મહિનાથી એકના એક પરિસ્થિતિ જોવા મળી રહી છે અને રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે ગટરનું પાણી રોડ પર ભરાવવાના કારણે રોડ ઉપર જાણે તળાવ ઊભું કર્યું હોય તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા બે મહિનાથી આ પરિસ્થિતિને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં રોશ જોવા મળી રહયો છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો પાણીનો નિકાલ હજુ સુધી થયો નથી આજ દિન સુધી આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે વાહન ચાલકોના વાહનો પણ આ પાણીની અંદર ફસાયા છે છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જાણે કે ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત સહિત ઉચ્ચકક્ષાએથી કોઈપણ અધિકારીઓ આ બાબતે કશું જાણતા જ ના હોય તેઓ ઘાટ જોવા મરી રહ્યો છે.ગટરનું પાણી રસ્તા પર ભરાઈ જતા આગામી સમયે રોગચારા ની પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. ઝડપથી યોગ્ય રીતે પાણીનો નિકાલ કરવામાં આવી તેવી હાલ માંગ સેવાઈ રહી છે