આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા ૫ મી જૂન ૨૦૨૬ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, થરા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમા ૫ મી જૂન ૨૦૨૬ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ વિષયક વક્તવ્યો જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.વિદ્યાર્થીઓએ પર્યાવરણના જતન અને હરિયાળા ભવિષ્ય માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રિ.ડૉ. ડી.એસ.ચારણએ જણાવ્યું હતું કે,”પર્યાવરણનું જતન એ આપણી સૌની સામૂહિક જવાબદારી છે.સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જ ભાવિ પેઢી માટે શ્રેષ્ઠ વારસો બની શકે છે. યુવાઓએ પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સક્રિય ભાગ ભજવવો જોઈએ.”આ કાર્યક્રમમાં ચાણક્ય એકેડમી મેહસાણા થી પટેલ કૌશલભાઈ નરેન્દ્રભાઈ, કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ પ્રસર્યો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530



