કેશોદ ખાતે કેશોદ તાલુકાના ફાર્માસિસ્ટ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માનનીય કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી જે પી નાડા સાહેબે “ફાર્માસિસ્ટ: મીટીંગ ધ ગ્લોબલ હેલ્થ નીડસ” જેવા સ્લોગનથી સન્માનિત કરેલ છે અને ફાર્માસિસ્ટ હેલ્થ કેર ક્ષેત્રમાં કરોડરજ્જુ સમાન છે અને ફાર્માસિસ્ટ દર્દીની સારવારમાં એક ખૂબ જ મહત્વની કડી છે તેવું તેમના શુભેચ્છા સંદેશમાં પાઠવેલું છે. વિશેષમાં ફાર્માસિસ્ટ એ તમારી દવાના નિષ્ણાંત છે. જ્યારે ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે તે દવાના ઉપયોગથી દર્દીને જીવન મળે છે. જેથી દર્દીના સ્વાસ્થ્ય માટે ફાર્માસિસ્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જાહેર જનતાને અપીલ છે કે, આપ જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાઓ છો ત્યારે તે દવાનું વિતરણ માત્ર રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ દ્વારા જ થઈ શકે છે અને તે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટનો ફોટો અને લાઇસન્સ મેડિકલ સ્ટોરમાં જાહેર જનતાને સ્પષ્ટ દેખાય તે રીતે ડિસ્પ્લેમાં રાખવાનું હોય છે. આ બાબતની ખાસ નોંધ જાહેર જનતાએ લેવી જરૂરી છે. જેથી આપની આરોગ્ય લક્ષી સેવામાં ફાર્માસિસ્ટનું યોગદાન પણ વધશે અને આરોગ્ય ક્ષેત્રની સુવિધામાં ફાર્માસિસ્ટનું મહત્વ, મનોબળ વધશે અને ફાર્મસી વ્યવસાયને પ્રોત્સાહન મળશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ