થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૩ માં વર્ષે યજ્ઞ યોજાયો..
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૩ માં વર્ષે યજ્ઞ યોજાયો..
થરામાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કૂળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે ૧૩ માં વર્ષે યજ્ઞ યોજાયો..
*.શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના બહાર વસતા ભાઈઓ ધંધા બંદ રાખી હવાનામાં જોડાયા.*
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ ના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના કરવામા આવેલ. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માની આરતી,રમેલ,હવન,પલ્લી, બાધાપુરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વારે તહેવારે કરવામાં આવે છે.ચાલુ વર્ષે સંવત ૨૦૮૧ ના ચૈત્રસુદ-૯ ને રવિવાર તા.૬/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૮ થી સાંજે ૪.૧૫ કલાક સુધી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજ ના કૂળદેવીશ્રી બ્રહ્માણી માતાજી ના મંદિરે ગં.સ્વ.રામાબેન નાગરભાઈ પ્રજાપતિના સુપુત્ર ગોવિંદભાઈ તથા મેઘરાજભાઈ ના યજમાનપદે શાસ્ત્રી જોષી નરેશકુમાર (લાલાભાઈ) ભૂદરભાઈ થરેચાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે માતાજીનો નવચંડી યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો.આ યજ્ઞમાં ચડાવાને બાદ કરતાં ચૈત્રસુદ-૫ ની રાત્રે શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે થરેચા પરીવાર એકત્રિત થઈ છેલ્લા ૧૩ વર્ષથી ચિઠ્ઠી દ્વારા ભાગ્ય અજમાવે છે.જેમાં પ્રથમ વર્ષે અરજણભાઈ પ્રજાપતિ,દ્વિતીય વર્ષે ભેમાભાઈ જી. પ્રજાપતિ, તૃતીય વર્ષે ભેમાભાઈ એન. પ્રજાપતિ વાલમ,ચતુર્થ વર્ષે દાનાભાઈ પ્રજાપતિ અમદાવાદ, પાંચમાં વર્ષે બબાભાઈ કે. પ્રજાપતિ,છઠ્ઠા વર્ષે અમરતભાઈ પ્રજાપતિ,સાતમા વર્ષે સોમાભાઈ કે. પ્રજાપતિએ હવનમાં બેસવાનો લાભ લીધો હતો. આઠમા તથા નવમા વર્ષે કોરોનાને કારણે સરકરશ્રીના આદેશ મુજબ યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો. દસમા વર્ષે મનુભાઈ પ્રજાપતિ, અગિયારમા વર્ષે નરોત્તમભાઈ પ્રજાપતિ,બારમા વર્ષે દિનેશભાઈ પ્રજાપતિ બાજરી અને તેરમા વર્ષે એટલે કે ચાલુ વર્ષે સવંત ૨૦૮૧ ના ચૈત્રસુદ-૯ ને રવિવાર તા.૦૬/૦૪/૨૦૨૫ ના રોજ ગોવિંદભાઈ પ્રજાપતિ તથા મેઘરાજભાઈ પ્રજાપતિના યજમાનપદે સનાભાઈ પ્રજાપતિ દ્વારા બનાવેલ યજ્ઞ કુંડીમાં જવ -તલ હોમી આહુતિ આપી યજ્ઞ યોજાયો હતો.તાજેતરમાં નવ નિર્માણ પામેલ શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરનું બાંધકામ કરનાર સનાભાઈ પ્રજાપતિનું ભેટપૂજા કરી શાલ ઓઢાડી રોકડ રકમ આપી થરેચા પરિવારે સન્માન કર્યું હતું.યજ્ઞને સફળ બનાવવા રાજુ પી.પ્રજાપતિ, પ્રવીણ એચ.પ્રજાપતિ થરા નગરપાલિકા ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,કેશાભાઈ જે.પ્રજાપતિ (કેશુબાપા),શંભુભાઈ પ્રજાપતિ, રવિ આર.પ્રજાપતિ,રાજુ એન. પ્રજાપતિ સહિત દરેક નવ યુવાનોએ અથાગ મહેનત કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦