વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ભુજ,તા-30 મે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામક આયુષ કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા રશ્મીબેન વ્યાસના સંયુક્ત ઉપક્રમે બહેનો માટે તા. ૩૦/૦૫/૨૫ના રોજ સાંજે ૬:૦૦ થી ૭:૦૦ દરમિયાન યોગ શિબીરનું આયોજન કરવામા આવ્યું છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિવેકાનંદ યોગ પાર્ક, ભાનુશાળી નગર, મુંદ્રા રોડ પર અતિ ઉત્તમ એવા “ સ્વાસ્થ્ય વર્ધક” અમૃત પેય ઉકાળાનું વિતરણ કરાશે. એવું સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય પંચ કર્મ વર્ગ – ૧ની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.