આયુષ્યમાન કાર્ડનો લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કરતા ઇડરના બડોલીના વતની યુનિસભાઇ મનસુરી
*આયુષ્યમાન કાર્ડનો લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કરતા ઇડરના બડોલીના વતની યુનિસભાઇ મનસુરી*
*****
વંચિતોનો વિકાસ થાય તથા છેવાડાના દરેક માનવી સુધી સરકારની યોજના પહોંચી શકે તે માટે વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના એપીએમસી માર્કેટ યાર્ડ સાપાવાડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રીશ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઇડર તાલુકાના બડોલી ગામના વતની યુનિસભાઇ મનસુરીને આયુષ્યમાન કાર્ડનો લાભ મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓ જણાવે છે કે સરકાર ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી સામાન્ય લોકોને સ્વરોજગાર, આરોગ્ય, મકાન સહિતના અનેક હેતુ માટે સાધન-સહાય તથા આર્થિક સહાય આપવામાં આવી રહી છે.જે માટે અમે સૌ લાભાર્થી સરકારશ્રીના આભારી છીએ.આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ યોજનાના લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
અહેવાલ:- પ્રતિક ભોઈ