GUJARAT

ઝઘડિયા જીઆઇડીસી ની આરએફસી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી 

ઝઘડિયા જીઆઇડીસી ની આરએફસી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી

 

કંપનીમાં વેલ્ડિંગ કરતી વેળા કંપનીના સ્ટોરેજ કેમિકલ માં લાગી આગ

 

ઝઘડિયા જીઆઇડીસી ની નાની મોટી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ તેમજ અન્ય અકસ્માતો કંપની સંચાલકોની સેફટી બાબતની બેદરકારીના કારણે બની રહ્યા છે ગજરોજ જીઆઇડીસીની આરએફસી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી જેના પગલે કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી કંપની સંચાલકો દ્વારા જીઆઇડીસીના ફાયર ફાઈટર તાબડતોડ બોલાવતા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આ બાબતે તમને સંચાલક વખતે ટેલિફોનિક વાત કરતા તેમણે પહેલા વેલ્ડીંગ કરતી વેળા અને બાદમાં શોર્ટ સર્કિટને કારણે કંપનીમાં કેમીકલ સ્ટોરેજ વિસ્તારમાં આગ લાગી હોવાનું રટણ રટ્યું હતું, કંપની કેમિકલ પ્રોડક્ટ કરતી હોવા છતાં પણ કંપની માં આગ ઉપર કાબુ મેળવતા સાધનો ની અછત હોવાનું બહાર આવ્યું હતું અને આરએફસી ઇન્ડસ્ટ્રીઝ કપનીમાં સુરક્ષા ના નામે મીંડુ હોવાનું જણાયું હતું

જીઆઇડીસી ના અગ્નિ શામક દળો ઘટના ઉપર ધસી આવ્યા બાદ અડધો કલાકમાં આગ કાબૂમાં આવી હતી, સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના પગલે કંપનીમાં માલ સામાન ને નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!