GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-ફાઇનાન્સ કંપનીના કર્મચારીને રસ્તામાં આંતરી ત્રણ ઇસમો લૂંટ ચલાવી ફરાર થતા નોંધાઇ પોલીસ ફરિયાદ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૦.૨૦૨૪

 

હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ દ્વારકેશ ડુપ્લેક્સમાં રહેતા અવિકુમાર ગૌરાંગભાઈ પટેલ કંજરી રોડ પર આવેલ ઉજજીવન સ્મોલ ફાયનાન્સ કંપનીમાં કસ્ટમર રિપોર્ટર ઓફિસર તરીકેની ફરજ બજાવે છે.તેઓ તા.3જી ઓકટોબર ના રોજ પોતાની બાઈક લઈને લોનના હપ્તા લેવા માટે ગ્રામ્ય વિસ્તારો કાશીપુરા, લાલપુરી,વાટા,બચકા ગામોમાં ગયા હતા.ખાતેદારો પાસેથી લોનના હપ્તા લઈ બપોરના 2.30 વાગ્યાના સુમારે પોતાની બાઈક લઈને હાલોલ માટે આવવા નીકળ્યા હતા.ત્યારે હાલોલ તાલુકાના ઇટવાડી ગામ થી થોડાક જ આગળ જતા રસ્તામાં ત્રણ અજાણ્યા ઇસમો નંબર વિનાની બાઈકો લઈને રસ્તામાં ઊભા હતા.ત્રણેય અજાણ્યા ઈસમોએ પોતાના મોઢે કપડું (બુકાની) બાંધી મોઢું ઢાંકેલ હાલતમાં રાખેલ હતું.આ ત્રણેય ઈસમોએ અવિકુમારને ઈશારાથી બાઈક ઉભી રાખવા જણાવતા અવીકુમારે પોતાની બાઈક ઉભી રાખતા કોણ છે. ક્યાંથી આવે છે ક્યાં જાય છે તે વાતચીત ચાલતી હતી. તે દરમિયાન ત્રણ પૈકીના એક વ્યકિતએ અવિકુમાર પાસેની બેગ ઝુંટવી લીધી હતી અને ત્રણેય જણા અચાનક જ પોતાની નંબર વિનાની બાઈક પર બેસી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જેમાં અવીકુમાર પાસે રહેલી કાપડની બેગમાં તેઓએ ઉઘરાવેલા લોનના હપ્તા પૈકીના રૂપિયા 89,730/-જેટલી રોકડ રકમ હતી જે રોકડ રકમ ભરેલી બેગની લૂંટ કરી ત્રણેય બુકાનીધારી વ્યક્તિઓ સ્થળેથી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે અવિકુમારે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!