INTERNATIONAL

અમેરિકામાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં હિંસાનું તાંડવ, 33 લોકોનાં મોત

અમેરિકામાં જુલાઈના વીકએન્ડમાં ગોળીબારી અને હિંસામાં ઉછાળો આવ્યો છે જેમાં શિકાગોમાં ૧૧ સહિત ઓછામાં ઓછા ૩૩ના મોત થયા છે તેમજ સમગ્ર રાષ્ટ્રમાં સેંકડોને ઈજા થઈ છે. આ વર્ષે ચોથી જુલાઈ ઐતિહાસીક રીતે વર્ષનો સૌથી જીવલેણ દિવસ સાબિત થયો હતો. ગયા વર્ષે પણ ચોથી જુલાઈએ ગોળીબારીના અનેક કિસ્સા બન્યા હતા જેમાં ડઝનથી વધુ લોકોના મોત થયા હતા અને ૬૦થી વધુને ઈજા થઈ હતી. તેના એક વર્ષ અગાઉ શિકાગો નજીક ચોથી જુલાઈની પરેડમાં થયેલા ગોળીબારમાં સાત લોકોના મોત થયા હતા.

શુક્રવારે સવારે એકલા શિકાગોમાં ગોળીબારમાં ૧૧ જણાના મોત થયા હતા અને પંચાવન જણાને ઈજા થઈ હતી. ગુરુવારે થયેલા સામૂહિક ગોળીબાર સહિત હિંસામાં બે મહિલા અને એક ૮ વર્ષના બાળકનું મોત થયું હતું. શિકાગોના મેયરે જણાવ્યું કે તાજેતરની હિંસાને કારણે શહેરમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.

કેલિફોર્નિયાના હન્ટીંગટન બીચમાં ઈન્ડીપેન્ડન્સ ડેના રોજ ફટાડકડાનો કાર્યક્રમ પૂરો થયાના બે કલાકથી ઓછા સમયમાં થયેલા ગોળીબારમાં બે જણના મોત થયા હતા અને ત્રણ અન્યોને ઈજા થઈ હતી.

Back to top button
error: Content is protected !!