GUJARAT
સાધલી ગામે આવેલ હજરત ગઈબન શાહ બાવાની દરગાહ ખાતે સંદલ તેમજ ઉર્સ ની ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાના સાધલી ગામે સુપ્રસિદ્ધ હજરત ગઈબન શાહ બાવાની દરગાહ આવેલી છે જ્યાં સાધલી તેમજ આજુબાજુના ગામોનાં હિંદુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે.તેમજ મન્નત રાખી પોતાની મનોકામના પૂરી કરે છે. આજરોજ હજરત ગઈબન શાહ બાવાની દરગાહ ખાતે સંદલ તેમજ ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાનના અજમેર માં આવેલ સુપ્રસિદ્ધ હજરત ખ્વાજા ગરીબ નવાજ ની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે તે જ દિવસે આજે સાધલી ખાતે આવેલ હજરત ગઈબન શાહ બાવાની દરગાહ ખાતે દર વર્ષની જેમ ભારે હર્ષોલ્લાસ સાથે સંદલ તેમજ પુરુષની ઉજવણી કરવામાં આવી હતી. અસરની નમાઝ બાદ હજરત ગઈબન શાહ બાવાની દરગાહ પર સંદલ તેમજ ઉર્સ ઉજવાયો હતો ત્યારબાદ આમ નીયાજનો કાર્યક્રમ યોજાયો હતો. આ તમામ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકો જોડાયા હતા અને ફૈઝ હાંસિલ કર્યો હતો.




