INTERNATIONAL

ઈઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કર્યો

ઈઝરાયલે શુક્રવારેની સાંજે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કર્યો હતો. લેબેનોનની રાજધાની બેરૂત સ્થિત હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હેવી ગાઈડેડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બેરૂત જોરદાર અવાજથી હચમચી ગયું હતું અને હિઝબુલ્લાનું હેડક્વાર્ટર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયું હતું. હુમલા બાદ હેડક્વાર્ટરમાં આગ લાગી હતી.

ઈઝરાયલે હિઝબુલ્લાના વડા નસરાલ્લાહને નિશાન બનાવવા માટે આ હવાઈ હુમલો કર્યો હતો. હુમલામાં કેટલા લોકો માર્યા ગયા તે હજુ સુધી જાણી શકાયું નથી. બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએનમાં સ્પષ્ટ કર્યું કે, ‘હું હિઝબુલ્લા સંગઠનનો ખાતમો કરીને જ જંપીશ’ આ ઉપરાંત નેતન્યાહૂએ ઈરાનને સલાહ પણ આપી હતી અને કહ્યું હતું કે, ‘તમે (ઈરાન)  કોઈ પણ પ્રકારની દુવિધામાં ન રહે. તમારો દરેક વિસ્તાર ઈઝરાયલની પહોંચમાં છે અને હમાસને આત્મસમર્પણ કરવું જાઈએ.’

Back to top button
error: Content is protected !!