INTERNATIONAL

મોસ્કોમાં મોટો આતંકવાદી હુમલો, 115ના મોત, 140 ઘાયલ

રશિયાની રાજધાની મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં ક્રોકસ સિટી હોલ અને કોન્સર્ટ કોમ્પ્લેક્સમાં મોટા આતંકવાદી હુમલાના સમાચાર છે. આ હુમલો 22 માર્ચની સાંજે થયો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 115 લોકોના મોત થયા છે. જ્યારે 140થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત અત્યંત નાજુક છે.
રશિયાના રાષ્ટ્રપતિએ આ હુમલાની સખત નિંદા કરી છે. હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય વિશ્વના ઘણા દેશોએ હુમલાની નિંદા કરી છે અને પીડિતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. શનિવારે, 23 માર્ચે, ચાર શંકાસ્પદ બંદૂકધારીઓ સહિત લગભગ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા શકમંદો યુક્રેન સરહદ દ્વારા દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!