INTERNATIONAL

ગાઝાપટ્ટી પર ઇઝરાયેલે ઝીંક્યા બોમ્બ, 100થી વધુનાં મોત

છેલ્લાં પાંચ મહિનાથી ચાલી રહેલાં ઈઝરાયલ-હમાસ યુદ્ધનો કોઈ અંત દેખાતો નથી. ઈઝરાયલી બોમ્બમારામાં છેલ્લાં ૨૪ કલાકમાં ૮૨નાં મોત થયા છે. આ સાથે હજી સુધીમાં નોંધાયેલાં મૃત્યુનો આંક ૩૨૦૭૦ સુધી પહોંચી ગયો છે. ઘાયલોની સંખ્યા ૭૪,૨૯૮ થઈ છે. પરંતુ આ આંકડાઓમાં પણ વધારો થવાની ભીતિ રહેલી છે. આમ આ યુદ્ધનો મૃત્યુઆંક ઉત્તરોતર વધી રહ્યો છે.

ગાઝામાં નરસંહાર રોકવા માટે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. પરંતુ ચીન અને રશિયાએ પોતાનાં ‘વીટો-પાવર’ વાપરી તે ઉડાડી દીધો. અમેરિકા દ્વારા રજૂ કરાયેલો આ પ્રસ્તાવ ઉડી જતાં હવે ગાઝામાં શાંતિ સ્થાપવી મુશ્કેલ બન્યું છે.૧૫ સભ્યોની બનેલી આ સલામતી સમિતિમાં ૧૧ સભ્યોએ તેની તરફેણમાં મત આપ્યો હતો. ત્રણે વિરોધમાં મત આપ્યો હતો, જ્યારે એક સભ્યે મતદાન કર્યું ન હતું. મતદાન પહેલાં જ રશિયાના યુનો સ્થિત રાજદૂત વાસીલી નોબેન્જિયાએ કહ્યું હતું કે ‘રશિયા ગાઝામાં તત્કાળ યુદ્ધ વિરામ થાય તેમ તો ઈચ્છે જ છે, પરંતુ અમારે તે પ્રસ્તાવની ભાષા સામે વિરોધ છે.’

આટલું જ નહીં પરંતુ તેઓએ અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બ્લિન્કેન અને અમેરિકાનાં યુનો સ્થિત રાજદૂત લિંડા-થોમસ-ગ્રીન ફીલ્ડ ઉપર રાજકીય કારણોસર જ આંતરરાષ્ટ્રીય સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો. આ પૂર્વે ગ્રીનફીલ્ડે કહ્યું હતું કે તેઓને આશા છે કે નવા મુસદ્દા સાથે ઘડાયેલો આ યુદ્ધ વિરામ પ્રસ્તાવ શુક્રવારે સલામતી સમિતિમાંથી પસાર થઈ જશે. પરંતુ તેવું થઈ શક્યું નથી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!