INTERNATIONAL

પાકિસ્તાનમાં છ દિવસ માટે સોશિયલ મીડિયા રહેશે બંધ

ધર્મ અને સંસ્કૃતિને લઈને નફરત ફેલાવવા અને સાંપ્રદાયિક હિંસાથી બચવા માટે પાકિસ્તાન સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 6 દિવસ માટે પ્રતિબંધ લાદવામાં આવશે.
આ વર્ષે જુલાઈથી શરૂ થઈ રહેલા મોહરમ મહિનામાં પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ક્ષેત્રે એક મોટો ફેરફાર જોવામાં આવશે છે. પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે સમગ્ર પાકિસ્તાનમાં એક નવી પહેલ કરી રહ્યાં છે. ખરેખર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર છેલ્લા ચાર મહિનાથી બ્લોક કરી દેવાયું છે. જેની સફળતા બાદ હવે પાકિસ્તાન અન્ય સોશિયલ મીડિયા ઉપર પણ છ દિવસ માટે પાબંદી લગાવવા જઈ રહ્યું છે.

યુટ્યુબ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવી ઘણી એપ પાકિસ્તાનમાં મહોરમ મહિના દરમિયાન 6 દિવસ માટે પ્રતિબંધિત રહેશે. પાકિસ્તાન સરકાર આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, આ પ્રતિબંધનો મુખ્ય ઉદ્દેશ્ય મોહરમ મહિના દરમિયાન તમામ નફરત ફેલાવે તેવી સામગ્રી અને ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવાનો છે. આ પ્રતિબંધ 13 જુલાઈથી 18 જુલાઈ સુધી લાગુ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝની કેબિનેટ કમિટિ ઓન લો એન્ડ ઓર્ડર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આની ભલામણ કરતાં એવું કહેવામાં આવ્યું હતું કે આના દ્વારા સંસ્કૃતિ વિશે નફરત ફેલાવવા અને કોઈપણ ખોટી માહિતીને પ્રોત્સાહન આપવાને ઘણી હદ સુધી રોકી શકાય છે. જેના કારણે સાંપ્રદાયિક હિંસાથી બચી શકાય છે. મરિયમ નવાઝે દેશના વડાપ્રધાન અને તેમના કાકા શાહબાઝ શરીફની સરકારને આ પ્રસ્તાવ અંગે નોટિફિકેશન બહાર પાડવા કહ્યું છે.

Back to top button
error: Content is protected !!